PMના વિકાસવાળા રાજકારણની કોપી કરીને કેજરીવાલ બન્યાં અરવિંદ 'મોદીવાલ'!
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આમ આદમી પાર્ટીએ સતત બીજીવાર રેકોર્ડ બેઠકો મેળવીને ઈતિહાસ રચ્યો છે. જો આ ચૂંટણી મેચને જોઈએ તો અરવિંદ કેજરીવાલે જે ખેલાડીના પરફોર્મન્સને કદાચ સૌથી નજીકથી જોયું અને સમજ્યું તેમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની આમ આદમી પાર્ટીએ સતત બીજીવાર રેકોર્ડ બેઠકો મેળવીને ઈતિહાસ રચ્યો છે. જો આ ચૂંટણી મેચને જોઈએ તો અરવિંદ કેજરીવાલે જે ખેલાડીના પરફોર્મન્સને કદાચ સૌથી નજીકથી જોયું અને સમજ્યું તેમનું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વિકાસ અને ગુજરાત મોડલની વાત કરીને દેશના વડાપ્રધાન બન્યાં. ત્યારબાદ જ્યારે દિલ્હીમાં ફરીથી વિધાનસભા ચૂંટણી થઈ તો કેજરીવાલે પણ વિકાસ અને ભ્રષ્ટાચાર સામે લડવાની વાતો કરી અને 70માંથી 67 બેઠકો મેળવી.
વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીએકવાર પોતાના કામકાજ પર મતો માંગ્યા. દેશની જનતાએ તેમને પ્રચંડ બહુમત આપ્યો. હવે દિલ્હી ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે પણ એકવાર ફરીથી પોતાના કામકાજનો હવાલો આપીને જનતા પાસે મત માગ્યા અને તેમને ફરીથી એકવાર શાનદાર વિજય મળ્યો. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીના પરફોર્મન્સને ખુબ જ નજીકથી જોયું તેનું વિશ્લેષણ કર્યું અને તેમના તમામ રાજકીય શોટ્સને વારંવાર રીપ્લે કરીને જોયું અને તે તમામ શોટ્સ લગાવ્યાં જે નરેન્દ્ર મોદી લગાવતા હતાં.
જુઓ LIVE TV
આ રીતે નરેન્દ્ર મોદીના વિકાસવાળા રાજકારણને કોપી કરીને અરવિંદ કેજરીવાલ હવે અરવિંદ 'મોદીવાલ' બની ગયા છે. જે મોદીના વિરોધી તો છે પરંતુ રાજકારણમાં તેમના જ રસ્તે ચાલવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે